અદાણી જૂથ પછી હવે સેબીનાં વડાં માધવી પુરી બુચ વિરુદ્ધ મોરચો ખોલનારી કોંગ્રેસે તેમના પર 'હિતોના ઘર્ષણ'ના આરોપ મૂક્યા હતા. હવે વિપક્ષ કોંગ્રેસે મંગળવારે માધવી બુચ પર નવેસરથી હુમલો કર્યો છે અને સવાલ કર્યો છે કે તેઓ એવી કઈ નોકરી કરતા હતા, જેમાં તેમને પગાર કરતાં પેન્શન વધુ મળતું હતું. આ સાથે કોંગ્રેસે માધવી બુચના વિવાદમાં વડાપ્રધાન મોદીને તેમની નિમણૂક મુદ્દે ક્લીન થવા પડકાર ફેંક્યો છે