અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો ત્યારથી એક લોબી તેનાથી ખૂબ જ નારાજ હતી. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસમાં ઠાકોર સેનાના આગેવાનોને ટિકિટ અપાવી હતી પરંતુ વિધાનસભાની ચુંટણી પૂરી થયા બાદ તેઓને વિરોધ પક્ષના નેતા બનવું હતું તે શક્ય બન્યું નહીં. કેટલાક કોગ્રેસના નેતાઓને અલ્પેશ ઠાકોર રાહુલ ગાંધીના નજીક હતા તે ગમતું ન હતું. અલ્પેશ ઠાકોરે વિશે અનેક વખત વાતો થતી રહી કે ભાજપમાં જોડાશે પરંતુ માત્ર વાતો થતી રહી અને ભાજપે પણ તેઓને કદ પ્રમાણે વેતરી નાખવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
લોકસભામાં ચૂંટણી વખત અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સામે બળવો કર્યો હતો
૨૦૧૯ની લોકસભાની ચુંટણી આવી ત્યારે તેઓ કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામાં આપી દીધા હતા અને કોંગ્રેસને હરાવવાનું કામ કર્યું હતું. તે વખતે ભાજપમાં જોડાવવાની અટકળો તેજ બની હતી.
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા કોંગ્રેસે અરજી હાઇકોર્ટમાં કરી હતી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ થાય તે માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી પરંતુ હાઇકોર્ટ એવું કહ્યું છે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો ના પાડી દીધો હતો અને કહ્યું હતું કે, હાલમાં વિધાનસભા અધ્યક્ષ પાસે આ મામલો છે, એવામાં વિધાનસભા અધ્યક્ષની કામગીરીમાં વચ્ચે પડવાનો હાઇકોર્ટે ઇનકાર કરી દીધો હતો.
શું અલ્પેશ ઠાકોરનું ધારસભ્ય પદ રદ થશે?
અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટેની કોંગ્રેસની મથામણ છે. અલ્પેશ ઠાકોરે પોતાના સોંગનામું રજૂ કર્યું હતું જેમાં જણાવ્યું છે મે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી. તેવા સંજોગમાં કાનૂની કાર્યવાહી થાય તો અલ્પેશ ઠાકોરના તરફેણ આવશે. અલ્પેશ ઠાકોરે સત્તાવાર રીતે પક્ષપલટો કર્યો નથી અને કોઈ પક્ષમાં પ્રવેશ કર્યો નથી એટલે પક્ષ પલટાનો ધારો લાગી શકાશે નહીં. બીજું કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિવિધ પદો પરથી રાજીનામું આપ્યું છે પરંતુ સત્તાવાર રીતે રાજીનામું આપીને કોઈ બીજા પક્ષમાં પ્રવેશ કર્યો નથી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ અને પક્ષધારા કાયદોમાં ઘણોફરક છે. હવે ગુજરાતમાં બે બેઠક માટેની રાજ્યસભાની ચુંટણી આવી છે. જો અલ્પેશ ઠાકોર ક્રોસ વોટિંગ કરશે તો ગુજરાત કોંગ્રેસ હાઇકોર્ટની લડાઈ લડશે તો તેનું ધારાસભ્ય પદ જોખમમાં મુકાશે. રાજ્યસભાની ચુંટણીમાં પોતાના મતનો ઉપયોગ ન કરે અને ઘેર હાજર રહે તો પણ તેનું ધારાસભ્ય પદ રદ કરવામાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. હવે જોવું રહ્યું કે રાજ્યસભાની ચુંટણીમાં અલ્પેશ ઠાકોર મતનો ઉપયોગ કરે છે, જો કરે તો કોંગ્રેસ તરફી કરે છે કે કોર્સ વોટિંગ કરે છે, કે ઘેર હાજર રહે છે આ ત્રણ બાબત પર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદનું ભવિષ્ય રહેશે.