ઘણી વખત આમ આદમી પાર્ટી પર તે ભાજપની 'B' ટીમ હોવાનો અને પાછળથી ભાજપને મદદ કરતી હોવાનો આરોપ લાગતો હોય છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમની પાર્ટી ભાજપની 'B' ટીમ તરીકે કામ કરતી હોવાના આરોપોને હાસ્યાસ્પદ ગણાવી દીધા છે.
આમ આદમી પાર્ટી કોંગ્રેસને નબળી પાડી રહી હોવાના આરોપો મામલે કેજરીવાલે કહ્યું હતું કે, 'શું ખરેખર મારે કોંગ્રેસને નબળી પાડવાની જરૂર છે?' સાથે જ ખૂબ જ હળવા અંદાજમાં તેમણે ખૂબ જ ધારદાર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, શું કોંગ્રેસને નબળી પાડવા માટે રાહુલ ગાંધી કાફી નથી?