અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
કેજરીવાલે કહ્યું છે કે સરકારે હિંમત બતાવવી જોઈએ અને ભારતના સૈનિકોનું સન્માન કરીને ચીનમાંથી સામાનની આયાત બંધ કરવી જોઈએ.
પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠકને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે “સીમા પર ચીનની આક્રમકતા વધી રહી છે પરંતુ ભાજપની કેન્દ્ર સરકાર કહે છે કે બધું બરાબર છે.”