રાહુલ ગાંધીએ અદાણી ગ્રૂપ સામે ફરી એકવાર મોટા આરોપ લગાવ્યાં છે. તેમણે કહ્યું કે દેશમાં વીજળીના બિલ વધવા પાછળ અદાણી જ જવાબદાર છે. આ મામલે તેમણે મોદી સરકારને ઘેરી હતી અને સવાલ કર્યો હતો કે એવું તો શું ખાસ છે કે મોદી સરકાર અદાણીની તપાસ નથી કરાવતી? રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજીને આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે અદાણીને જેવું મન ફાવે તેમ કરે છે છતાં સરકાર તેમની તપાસ નથી કરાવતી.