દિલ્હીમાં સ્વતંત્રતા દિવસ પર આયોજિત એક કાર્યક્રમમાં નિવેદન આપતા ભારતના મુખ્ય ન્યાયાધીશ(CJI) ડીવાય ચંદ્રચુડે નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે તે આઝાદીની કિંમત શું છે તેની આપણને સ્પષ્ટ યાદ કરાવે છે. આજ તે દિવસ છે જે આપણને બંધારણના તમામ મૂલ્યોને સાકાર કરવા માટે એકબીજા અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો નિભાવવાની યાદ અપાવે છે. સ્વતંત્રતાના મહત્વ પર ભાર મૂકતા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે, ભારતે સન 1950માં સ્વતંત્રતાનો વિકલ્પ પસંદ કર્યો હતો.