-
18મી ડિસેમ્બર ગુજરાતમાં કોંગ્રેસ માટે લકી સાબિત થાય અને વિધાનસભા પરિણામમાં કોંગ્રેસને બહુમતિ મળે તો ગુજરાત અને દેશના રાજકારણમાં શું ઉથલપાથલ થઇ શકે? કોઇ એમ કહે કે ભાઇ, રહેવા દો ને કોંગ્રેસની સરકાર બનવાની જ નથી. પણ બેઘડી ધારી લઇએ તો...
જો 18 ડિસે.નો દિવસ કોંગ્રેસ માટે ખરેખર નશીબવંતુ પૂરવાર થયું અને પરિણામ એવુ આવ્યું કે ગાંધીનગરમાં કોંગ્રેસની સરકાર બને છે ત્યારે સૌથી પહેલા તો ભાજપની છાવણીમાં 10ની તીવ્રતાનો ભૂંકપ આવી જાય....દહેગામથી લઇને દિલ્હી સુધી કોઇ એ માનવા જ તૈયાર ના થાય કે ખરેખર કોંગ્રેસ જીતી ગઇ..! કેટલાક નેતાઓ એમ કહેશે કે અલ્યા, તારી સાંભળવામાં કંઇ ભૂલ થાય છે... જા ટીવીમાં બરાબર સાંભળીને આવ કે ભાજપ જ જીત્યું છે ને...પરંતુ જ્યારે તેમને પણ એમ લાગે કે ખરેખર કોંગ્રેસ જ જીતી છે ત્યારે તરત જ કેટલાક તો માથું પકડીને બેસી જ જાય. માની જ ના શકે ખે ખરેખર એવું પરિણામ આવ્યું. ત્યારબાદ શરૂ થાય નિવેદનો.... કોંગ્રેસે ઇવીએમમાં ગરબડ કરી છે....! જો કે એવા નિવેદનની સાથે કાનૂની જંગ પણ શરૂ થાય કે આ સરકારને કયા મુદ્દે રોકી શકાય.....!
એટલે કોંગ્રેસને બહુમતિ મળ્યા બાદ શરૂ થઇ શકે છે કાનૂની જંગ. પહેલા તો પરિણામ સામે જ વાંધો. પછી શપથવિધિ રોકવાની તજવીજ. પછી આખા ગુજરાતમાં વિરોધ-પ્રદર્શનો. લોકશાહી ખતરામાંના નારા..હાર્દિક પટેલને નિશાન બનાવાય...તેની સાથે પેલા બે પણ ખરા-જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર પણ નિશાને ચઢી જાય. શપથવિધિ ગમેતેમ કરીને યોજાઇ ગઇ. જો કે મુખ્યમંત્રી પસંદ કરવામાં કોંગ્રેસની પરંપરા પ્રમાણે આંતરિક ખેંચતાણ શરૂ થાય. અને જો કોંગ્રેસ અને ભાજપની વચ્ચે બેઠકો ઓછી હોય તો કોંગ્રેસના ધારાસભ્યો માટે લોબિંગ શરૂ.....
વચ્ચે એક યાદ કરીએ કે કદાચ એવા પરિણામો આવે કે શંકરસિંહ વાઘેલાની મદદ વગર કોંગ્રેસ અને ભાજપની સરકાર બની શકે તેમ નથી તો શું? તો તો પછી વસંત વગડો જીંદાબાદ.....ફરીને દિવસો આવ્યાં બાપૂના..... ચાલો એવું કંઇ થાય તો બાપૂ કોંગ્રેસને ટેકો આપો કે મૂળ રંગ કેસરિયાને વફાદાર રહે.... વિચારવાના ઘણાં વિકલ્પો છે. વિચારો.....
કોંગ્રેસની શપથવિધિ યોજાય એટલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી હાજર રહે તે કહેવાની કાંઇ જરૂર છે ખરી....? સરકાર રચાયા બાદ પ્રથમ કેબિનેટમાં ખેડૂતોના દેવા માફીનો નિર્ણય. ત્યારબાદ નવસર્જન ગુજરાતની યાત્રા શરૂ થાય. કોંગ્રેસ ઘેર આનંદ ભયો.... તો ભાજપ ઘેર શું હશે...? આનંદ તો નહીં જ હોય પણ શપથવિધિ અને સરકાર બનતી રોકવાના તમામ કાવા-દાવા કામ ના લાગે એટલે ગુજરાતની કોંગ્રેસ સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર વચ્ચે શરૂ થાય શીત યુધ્ધ. રાજકીય રીતે જોઇએ તો જેમ દિલ્હીમાં કેજરીવાલના હાલહવાલ થયાં તેના કરતાં પણ વધારે હાલત ગુજરાત અને કોંગ્રેસને થઇ શકે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો એમ સમજી લેવું પડે કે ભાજપે હવે દિલ્હી બચાવવું પડશે. 2019ની તૈયારીઓ 25 ડિસેમ્બર અટલજીના જન્મદિનથી જ શરૂ કરવી પડે. ભાજપ સંગઠનમાં ત્યારબાદ કેવા ફેરફારો થશે તેની કલ્પના કરો. અને હાં, પેલા હાર્દિકને આપેલા વચન પ્રમાણે અનામત માટે વિધાનસભામાં ઠરાવ વિપક્ષ ભાજપ( તે વખતે ભાજપ તો વિપક્ષમાં જ હશે ને...)ના ભારે વિરોધ વચ્ચે પસાર કરીને મોકલશે દિલ્હી. અને પછી પગ પર પગ ચઢાવીને કોંગ્રેસ કહેશે હાર્દિક એન્ડ કંપનીને કે ભાઇ, અમારૂ કામ પુરૂ. હવે સંસદમાં ઠરાવ થાય અને રાષ્ટ્રપતિ મંજૂરી આપે એટલે અનામત પાક્કી. અને જો તેની રાહ ના જોવી હોય તો ચાલો દિલ્હી કબ્જે કરવા. અને પછી પાટીદાર અનામત આંદોલન શરૂ થઇ શકે ધીમે ધીમે દેશ આખામાં અને ત્યાં સુધીમાં આવી જશે 2019.
આ એક રાજકીય ધારણાં પર આધારિત છે. એવી પણ ધારણાં કરી શકાય કે જો ભાજપ ફરી જીતે તો શું...?