વેણીભાઈ પુરોહિત ગુજરી ગયા એ પછી ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરમાં એક શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિખ્યાત નવલકાર અને લેખિકા વર્ષાબેન અડાલજાએ ત્યારે ગળગળાં થઈને કહ્યું હતું: વેણીભાઈ, વેણીભાઈ તમારા જેવી મિઠ્ઠી(રિપીટ મિઠ્ઠી) ગાળ દેનારા હવે ક્યા મળશે? વેણીભાઈ બેસતા વર્ષને દહાડે વર્ષાબહેનને ત્યાં ગરમાગરમ દાળભાત ખાવા જતા અને કહેતા કે થાળીની નીચે ફાઈવસ્ટાર હોટેલોમાં હોય છે એવી ગેસની નાની (જલતી) સગડી રાખવી જોઈએ, જેથી દાળાભાત સ્ટીમિંગ હોટ રહે. વેણીભાઈ એ પછી વર્ષાબહેનના હસબન્ડને કહેતા: આ કભારજાને કંઈક સારી રસોઈ કરતાં શિખવાડો. ગાળોનો વિષય ભૂતની અને રસિકાની વાતો પછીનો ત્રીજા નંબરનો ઈન્ટરેસ્ટિંગ વિષય છે. જેમ કહેવતોના અને રૂઢિપ્રયોગોના રચયિતાઓ બુદ્ધિશાળી હશે તેમ ગાળો શોધનારા જીવો પણ જિનિયસ હોવા જોઈએ. પ્રોફેસર ચન્દ્રકાન્ત બક્ષીએ એક વાર કહેલું (એમ કવિ મનસુખ વાધેલાએ ટાંકેલું) કે ગાળ એ તો પુરુષનું શો-પીસ છે. માણસ ક્રોધમાં આવે છે ત્યારે તે જીભે સરસ્વતી (બીચારી સરસ્વતી) વહેવડાવે છે. ગુજરાતીઓ દંભી અને સુગાળવા છે એટલે તેઓ બાળકોનાં નામો પાડવા માટેની રાશિવાર ચોપડીઓ કે કૂકિંગની અથવા તો કહેવતોની ચોપડીઓ ખરીદે એટલે સહેલાઈથી ગાળોની (એબ્યુઝીઝની) ચોપડીઓ નહીં ખરીદે. ખરીદે તોય ભજનની ચોપડીની વચ્ચે એને છુપાડી દેશે. હમણાં બુક સેલર નામના એક પ્રકાશમાં લંડનના એક પુસ્તક વિક્રેતાએ ભારતની ગાળો (ઈન્સલ્ટ્સ), ફિલ્મો, રંગભૂમિ વગેરે વિશેનું એક પુસ્તક પ્રસિદ્ધ કર્યું છે. તેણે પોતાના શોકેસમાં કેટલીક ચોઈસેસ્ટ ભારતીય ગાળો અંગ્રેજી અર્થો સાથે આપી છે. આ પુસ્તકનો લેખક કોઈક સુરતી છે કે નહીં તેની આપણને ખબર નથી. એ પુસ્તકમાં સાલા શબ્દના તમામ અર્થો આપવામાં આવ્યા છે (પત્નીનો ભાઈ, હરામખોર વગેરે). કોઈને સાલા કહો તેની ઈશારત એ થઈ કે હું કદાચ આપના ભગિની સાથે પ્રભુતામાં પગલા માંડીશ. જોકે આપણે પ્રાઈમરી મીનિંગ ભૂલી જઈને સેકન્ડરી મીનિંગ કે વ્યંગાર્થને જ ઘ્યાનમાં રાખીએ છીએ.