કર્ણાટકની તમામ 224 વિધાનસભા બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે અને શરૂઆતી વલણોમાં કોંગ્રેસે બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. કોંગ્રેસને આગળ જોઈ શિવસેનાના રાજ્યસભા સભ્ય સંજય રાઉતે મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું કે, બજરંગબલીની ગદા ભારતીય જનતા પાર્ટીના માથા પર પડી છે.
સંજય રાઉતે વધુમાં કહ્યું કે, કર્ણાટકમાં કોંગ્રેસની જીત એ મોદી અને અમિત શાહની હાર છે. કર્ણાટકમાં જે થયું છે તે જ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ થશે. તેમણે કહ્યું કે, કર્ણાટકની ચૂંટણીને પ્રતિષ્ઠાની ચૂંટણી બનાવવામાં આવી હતી પરંતુ જ્યારે તેમને લાગ્યું કે, તેઓ હારી રહ્યા છે ત્યારે તેમના દ્વારા બજરંગબલીને આગળ કરવામાં આવ્યા.