-
દેશના કોઇ રાજ્યમાં એવી ચૂંટણીઓ યોજાઇ છે કે (યુપીને બાદ કરતાં) વડાપ્રધાનને એક જ દિવસમાં 4-4 સભાઓ યોજવી પડી હોય? કેન્દ્ર સરકારના મોટા ભાગના મંત્રીઓને પ્રચારમાં ઉતરવું પડ્યું હોય? એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષને ઘેર ઘેર પત્રિકાઓ વિતરણ કરવી પડી હોય? એવી ચૂંટણીઓ કે એક રાષ્ટ્રીય પક્ષના નેતાને ટેમ્પલ કાર્ડ સાથે ચૂંટણી જંગના મેદાનમાં ઉતરવું પડ્યું હોય અને ગુજરાતના લગભગ તમામ જાણીતા મંદિરોના પગથિયા ઘસી નાંખ્યા હોય? એવી ચૂંટણીઓ કે જેમાં મતદારોને રાજી રાખવા ઐતિહાસિક જીએસટીના કાયદામાં ફેરફારો કરવા પડ્યા હોય? આ ઉપરાંત ગુજરાતની ચૂંટણીઓમાં અનેક એવા નાના-મોટા પ્રસંગો, બનાવો અને રાજકીય સમીકરણો સર્જાયા કે જે જોઇને એમ થાય કે આ શું? પક્ષ અને મતદારો પ્રત્યેની વફાદારી ક્યાં ગઇ? જે પક્ષનું પાણી પીધુ હોય અને જે પક્ષની સહાયથી બે નહીં પણ કેટલાય પાંદડે ધનિક થયા હોય તે પક્ષ દ્વારા ટિકિટ ના મળી એટલે એ જ પક્ષના કાર્યાલયમાં તોડફોડ? સૂત્રોચ્ચારો કરવા પડે, નવ કરોડમાં ઉદ્યોગપતિને ટિકિટ આપી દેવાઇ એવા આરોપો પક્ષ પર થાય? કાર્યાલયની સુરક્ષા માટે પોલીસ બોલાવવી પડે, પ્રદેશ પ્રમુખ કાર્યાલય છોડી જતાં રહે અને પાર્ટી કાર્યાલયનો વીમો ઉતારવાની નોબત આવે...એવી ચૂંટણીઓ ખરેખર અફલાતૂન, અદ્વિતિય, અદ્ભૂત, અનન્ય, ઐતિહાસિક અને જો ખરા અર્થમાં કહીએ તો ન ભૂતો... ન ભવિષ્ય....જેવી રહી. અગાઉ આવી રીતે ક્યારેય યોજાઇ નથી અને ભવિષ્યમાં આ રીતે ક્યારેય યોજાશે નહીં...એ રીતે ચૂંટણીઓ પાર પડી છે.
ખાસિયતો કેવી રહી.....
પક્ષને જીતાડવા વડાપ્રધાન દિલ્હી છોડી ગુજરાતમાં...
રાહુલની જેમ વડાપ્રધાન પણ મંદિર...મંદિર...દ્વારે...દ્વારે
ચૂંટણી પ્રચારમાં ગબ્બર સિંગ ટેક્સની બોલબાલા
જીએસટી ટેકસ-ગબ્બર સિંગ ટેક્સમાં 178 ચીજવસ્તુઓના દરમાં 10 ટકાનો ઘટાડો કરાયો...
કોંગ્રેસ અને ભાજપમાં તોડફોડ- સૂત્રોચ્ચારો
પાર્ટી કાર્યાલયનો વીમો ઉતારવો પડે તેવી નોબત આવી....
અનામત માંગનારની સીડીઓ પર સીડીઓ બહાર પડી છતાં ડર્યો નહી- ડગ્યો નહીં...
અનામત માંગનારાઓમાં ભંગાણ પડ્યું કે પાડ્યું
વડાપ્રધાન માટે નીચ કરતાં પણ ખૂબ ખરાબ શબ્દ જાહેરમાં ઉચ્ચારનારને પાર્ટીમાં પ્રવેશ અને પાછા પ્રવક્તા બનાવાયા
હાર્દિકનો સાથ છોડનારને 1 કરોડ અપાયા તેમાંથી 10 લાખ મિડિયાને બતાવાયા....
પક્ષે ટિકિટ ના આપી તો જુના જોગીઓ બિમલ અને કમા રાઠોડ મેદાને ઉતર્યા
ટિકિટની અપેક્ષાએ કોંગ્રેસમાંથી 14 ધારાસભ્યો ભાજપમાં આવ્યાં તેમાંથી કેટલાક લટકી ગયા...
કેટલાક કોંગ્રેસ નેતાઓએ કેસરિયો ધારણ કર્યો
અગાઉ જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં તે નરહરિ અમીન આયોજન કરતાં રહ્યાં અને ટિકિટ ના મળી
20 મુદ્દા અમલીકરણવાળાને ટિકિટ મળી અને તે પણ વીવીઆપી સીટ-નારણપુરામાંથી
કોંગ્રેસના રાહુલે ગુજરાતમાં નવો રાજકીય અવતાર ધારણ કર્યો
ચૂંટણી પ્રચારમાં કેટલાક ઉદ્યોગપતિઓના નામો છડેચોક બોલાયા
મારી સરકાર એક પણ દાગ નથી તેમ કહેનારના માથે કોંગ્રેસે 4 સવાલો માર્યા- એકનો જવાબ પણ વડાપ્રધાન આપી ના શક્યા
પ્રથમ વાર પ્રચારમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષના પુત્રની કહેવાતી અનિયમિતતાનો ઉલ્લેખ અને તેને લઇને 100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો, વાયરમાં કરંટ લાગ્યો...
સૌ પ્રથમવાર પ્રચારમાં જાદુગરોની ટીમ ઉતારવામાં આવી-અપલમ્ ચપલમ્ કમલમ્....
પહેલા વિકાસ પછી મંદિર કેમ જાઓ છો, પછી તમે નીચ કીધા, પછી પાકિસ્તાન અને અહમદ પટેલ સીએમ....
કોંગ્રેસના નેતાને આતંકી કનેક્શન હોવાનો દાવો......
ના..ના આ ટોઇલેટ સરકારે અદાણી કે અંબાણી માટે બનાવ્યાં છે?
ના..ના આ ટોઇલેટમાં ટાટા-બિરલા જાય છે? પ્રચારમાં ટોઇલેટનો મુદ્દો ઉછળ્યો
જેલમાં ગયેલા પેરોલ લઇને મત વિસ્તારોમાં પ્રચાર માટે આવ્યાં
તેરા જાદુ ચલ ગયા.....ની સ્ટાઇલમાં સાબરના પાણીમાં આવ્યું સી-પ્લેન...
45 હજાર હેક્ટર જમીન અને 33 હજાર કરોડની લ્હાણીના આરોપો-લાભ મેળવનારા મૌન
ફાઇટર પ્લેન રાફેલના મામલે શાબ્દિક ફાઇટ...જવાબમાં 5 હજાર કરોડનો માનહાનિનો દાવો..
ઇવીએમમાં બ્લ્યુ ટુથ નહીં પણ કોંગ્રેસ બ્લ્યુ વ્હેલની ગેમના છેલ્લાં એપિસોડમાં....
ઓરંગઝેબ, મોગલાઇ સલ્તનત,પાકિસ્તાન, ગુજરાતમાં ચંચુપાત, યું રંધાયું મણીશંકરના રસોડે જરા કહેશો....
નહીં બોલનાર મનમોહનસિંગ બગડ્યા બરાબરના....
છેલ્લે છેલ્લે સંક્લ્પ પત્ર બહાર પડ્યો...
પ્રથમ તબક્કાના મતદાનની રાતે કંઠમાં કઠિનાઇ આવી..
કાર્યકર સંવાદ માટે ઓડિયો બ્રિજ, વિડિયો બ્રિજ, મહિલા ટાઉનહોલ અને એવું બધુ નવુ નવુ...
વચ્ચે વચ્ચે મંજીરા વાદન, ભજન વાદન, આરતી, મહા આરતી, આદિવાસી લોક નૃત્ય, બાંસુરી વાદન, સંત સમાગમ અને જય સ્વામિનારાયણ....
ભાઇઓ-બહેનો.........દેખો ભઇયા......
રાહુલ ગાંધી એક જ ગણવેશમાં સફેદ લેંઘો-ઝભ્ભો
વડાપ્રધાન અલગ અલગ શાનદાર પોષાકમાં આન-બાન ઓર શાન કે સાથ...પાઘડીઓ ગણી ગણાય નહીં, માથામાં માય નહીં...