ગૃહ મંત્રી અમિત શાહ ના પશ્ચિમ બંગાળના પ્રવાસની શરૂઆત થઈ ચૂકી છે. ખાસ વાત એ છે કે ગૃહ મંત્રીના આ પ્રવાસને આવતા વર્ષે રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તૈયારીની શરૂઆત માનવામાં આવી રહી છે. અમિત શાહે પહેલા દિવસે બિરસા મુંડાની મૂર્તિને પુષ્પાંજલિ અર્પીત કરી. આ દરમિયાન તેઓએ મમતા સરકાર (Mamata Banerjee Government) પર ગરીબો સુધી યોજનાઓનો ફાયદો નહીં પહોંચાડવાનો આરોપ લગાવ્યો. આ પ્રવાસ દરમિયાન અમિત શાહ ચતુર્ડિહી ગામ જશે, જ્યાં તેઓ આદિવાસી પરિવારને ત્યાં ભોજન લેશે. શુક્રવારે પણ અમિત શાહ મટુઆ સમુદાયના પરિવાર સાથે ભોજન કરશે.