પશ્ચિમ બંગાળ માં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસે (TMC) 291 ઉમેદવારોની યાદી બહાર પાડી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એ કોલકાતામાં પોતાના કાલીઘાટ ખાતેના નિવાસસ્થાનેથી તમામ ઉમેદવારોની યાદી જાહેર કરી. આ સાથે જ તેમણે જણાવ્યું કે તેમની પાર્ટીએ 3 બઠકો પોતાની સહયોગી ગોરખા જનમુક્તિ મોર્ચા માટે છોડી છે. પશ્ચિમ બંગાળની 294 વિધાનસભા બેઠકો માટે 8 તબક્કામાં મતદાન થશે.
50 મહિલાઓ અને 42 મુસ્લિમોને આપી ટિકિટ
મમતા બેનર્જીએ જણાવ્યું કે અમે ચૂંટણી સમિતિ સાથે બેઠક બાદ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે પાર્ટીએ 50 મહિલાઓને આ વખતે ટિકિટ આપી છે. આ ઉપરાંત ટીએમસીએ 42 મુસ્લિમો, 79 અનુસૂચિત જાતિ અને 17 અનુસૂચિત જનજાતિના લોકોને ટિકિટ આપી છે.