પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થયેલી હિંસા મુદ્દે ગુરૂવારે સીબીઆઈએ ભારે મોટી કાર્યવાહી કરી છે અને 9 કેસ દાખલ કર્યા છે. જાણવા મળ્યા મુજબ સીબીઆઈના તમામ 4 એકમ કોલકાતાથી પોતાની ટીમોને સંબંધિત અપરાધ સ્થળો પર મોકલી રહી છે. ઉપરાંત વધુ કેટલાક કેસ નોંધવાની પ્રક્રિયા ચાલુ છે અને તે પૈકીના અમુક કેસ રાજ્ય સરકારે સોંપ્યા છે. કોલકાતા હાઈકોર્ટની 5 સદસ્યોની પીઠે આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદના કથિત દુષ્કર્મ અને હત્યાના કેસની તપાસ સીબીઆઈને સોંપી છે.