પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને મોટો ઝટકો આપતા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જી તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પુત્ર અભિજીતે સોમવારે કોલકત્તામાં આયોજીત એક કાર્યક્રમમાં ટીએમસીનો ખેસ પહેરી લીધો છે. થોડા દિવસ પહેલા અભિજીતે ટીએમસીના વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જાણવા મળી રહ્યું છે કે ટીએમસી તેમને જંગીપુર વિધાનસભા સીટથી ચૂંટણી લડાવી શકે છે. મુખર્જી 2019માં જંગીપુર સીટથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા.
ટીએમસી જોઇન કર્યા બાદ અભિજીત મુખર્જીએ મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે મમતા બેનર્જીએ જે રીતે હાલની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સાંપ્રદાયિક લહેરને રોકી, મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં તે બીજી પાર્ટીઓના સમર્થનથી સમગ્ર દેશમાં આમ કરી શકશે.