કોલકાતામાં સરકારી આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાથી માત્ર પશ્ચિમ બંગાળ જ નહીં આખા દેશમાં લોકોમાં ભારે આક્રોશ ફેલાયેલો છે. મહિલાઓની સુરક્ષા પર અનેક સવાલો ઊઠી રહ્યા છે ત્યારે રાજ્યમાં લોકોનો રોષ શાંત કરવા માટે મમતા બેનરજીએ વિધાનસભાના બે દિવસના વિશેષ સત્રમાં બળાત્કાર વિરોધી આકરું 'અપરાજિતા' બિલ મંગળવારે રજૂ કર્યું હતું, જેમાં બળાત્કારીને માત્ર ૧૦ દિવસમાં ફાંસીની આકરી સજાની જોગવાઈ કરાયાનો દાવો થઈ રહ્યો છે. આ બિલ ટૂંકી ચર્ચા પછી આજે જ ગૃહમાં પાસ થઈ ગયું. હવે તેરાજ્યપાલ, રાષ્ટ્રપતિની મંજૂરી પછી કાયદો બની જશે.