ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં પેટાચૂંટણીની તારીખની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળની ભવાનીપુર, સમશેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકો માટે 30 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી યોજાશે અને મતગણતરી 3 ઓક્ટોબરના રોજ થશે. આ બાજુ ઓડિશાની એક બેઠક પીપલી ઉપર પણ પેટાચૂંટણી યોજનાર છે. આ બેઠકો પર આજથી જ ચૂંટણી આચારસંહિતા લાગૂ થઈ ગઈ છે.
બંગાળની અપીલ પર ચૂંટણી કરાવવા તૈયાર થયું આયોગ
હાલ અલગ અલગ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો ખાલી છે. જેના પર પેટાચૂંટણી યોજવાની છે. પરંતુ કોરોના સંક્રમણના કારણે આયોગે તમામ બેઠકો પર પેટાચૂંટણી યોજવાની જગ્યાએ પશ્ચિમ બંગાળ સરકારની ખાસ ભલામણ પર ભવાનીપુર અને અન્ય બે બેઠકો પર જ પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી છે.