આંદોલનકારી જુનિયર ડોકટરોએ સોમવારે સાંજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્ય સચિવાલય નબન્ના ખાતે મળ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના 10 મુદ્દાના માંગ પત્ર પર ભાર મૂક્યો હતો. બેઠકમાં માર્ચ 2025 સુધીમાં ટાસ્ક ફોર્સની રચના અને ચૂંટણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, એસ્પ્લાનેડ ખાતે ભૂખ હડતાળ પર બેઠેલા જુનિયર ડોકટરોએ મુખ્યમંત્રીને મળ્યા બાદ ભૂખ હડતાળ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.
જુનિયર ડોકટરોએ મમતા બેનર્જી સાથે બે કલાક લાંબી બેઠક યોજી હતી, જ્યારે થોડા કિલોમીટર દૂર તેમના સાથીદારો 17 દિવસ સુધી અનિશ્ચિત મુદતના ઉપવાસ પર રહ્યા હતા. આ મીટિંગનું પ્રથમ વખત ટેલિવિઝન પર નબન્ના પરથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં ઘણા હોદ્દેદારો હાજર હતા.