કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બંગાળ હિંસા અંગે ફરી એકવાર પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, રામ નવમીના સમયે બંગાળ અને કેટલાક અન્ય રાજ્યોમાં હિંસા થઈ તે દુર્ભાગ્યપૂર્ણ છે. મમતા દીદી સૂઈ રહ્યા છે. એક વર્ગને રક્ષણ આપી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે સીએમના નાક નીચે હિંદુઓ પર હુમલા થાય છે અને તેઓ માત્ર દર્શક બની રહે છે.