પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના સૈંથિયા શહેરમાં હિંસા બાદ ઓછામાં ઓછી પાંચ ગ્રામ પંચાયતોમાં ઈન્ટરનેટ અને વોઈસ-ઓવર-ઈન્ટરનેટ ટેલિફોનીક સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. વહીવટીતંત્રે આ પગલું અફવા ફેલાવવા અને ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટે લીધું હતું. અધિકારીઓએ શુક્રવારે કહ્યું કે 14 માર્ચથી 17 માર્ચ સુધી ઇન્ટરનેટ સેવા સ્થગિત રહેશે.
દરમિયાન, બીરભૂમમાં પથ્થરમારાની ઘટના બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવી છે.