પશ્ચિમ બંગાળની મમતા સરકાર અને ભાજપ એકવાર ફરીથી આમને સામને આવી ગઇ છે. રાજ્ય સરકારે 9મી એપ્રિલે યોજાનાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની સભા માટે નેતાજી ઇનડોર સ્ટેડિયમ આપવાથી ઇન્કાર કરી દીધો છે. ભાજપે પોતાની નારાજગી વ્યક્ત કરતા તેને રાજકીય બદલાની કાર્યવાહી અને બિનલોકશાહી હોવાનું કહ્યુ છે.