પશ્ચિમ બંગાળમાં શિક્ષણ વિભાગના હેડક્વાર્ટરની સામે જ બદલીના વિરોધમાં દેખાવો કરી રહેલી શિક્ષિકાઓ પૈકીની પાંચ શિક્ષિકાઓ ઝેર પી લીધા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
આ ઘટના બાદ શિક્ષણ વિભાગની સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષે મમતા સરકાર પર નિશાન સાધ્યુ છે.
પોલીસમાં થયેલી ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, પોલીસના એક કર્મચારી સાથે શિક્ષકોએ ખરાબ વર્તન કર્યુ હતુ. પાંચે શિક્ષિકાઓને બે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનુ કહેવાઈ રહ્યુ છે.