પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી નંદીગ્રામના મતદાન મથક પર પહોંચ્યા અને રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કર્યો હતો. તેમણે રાજ્યપાલ સાથે તેમના સમર્થકોની સામે વાત કરતા કહ્યું હતું કે સ્થાનિક લોકોને પોતાનો મત આપવા દેવામાં નથી આવતો . હું સવારથી જ આ વિસ્તારમાં છું. હવે હું તમને અપીલ કરું છું. કૃપા કરી આ મુદા પર ધ્યાન આપો. ‘
પશ્ચિમ બંગાળ અને આસમમાં વિધાનસભાની ચૂંટણીના બીજા રાઉન્ડમાં, મોટી સંખ્યામાં લોકો મત આપવા માટે નીકળી રહ્યા છે. દરમિયાન, ટીએમસી કાર્યકરોની ફરિયાદ પર બંગાળના સીએમ મમતા બેનર્જી ખુદ મતદાન મથક પર પહોંચી ગયા છે. ટીએમસીના લોકોનું કહેવું છે કે તેમને મતદાન કરતા અટકાવવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ આ અંગે મતદાન અધિકારીઓ સાથે વાત કરી છે. આ પછી તેમણે સીધા રાજ્યપાલ જગદીપ ધનખડ ને આ અંગે ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે તમે આ મામલાની તપાસ કરો.