ઈડીએ બુધવારે બંગાળના પ્રખ્યાત નારદ સ્ટિંગ કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ઈડી દ્વારા દાખલ આ ચાર્જશીટમાં રાજ્યમાં સત્તારૂઢ મમતા બેનર્જી સરકારના બે મંત્રીઓના પણ નામ છે. આ મંત્રીઓ ફિરહાદ હકીમ અને સુબ્રત મુખર્જી છે. કોલકાતાની વિશેષ અદાલતમાં આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ સિવાય તૃણમૂલ કોંગ્રેસના નેતા મદન મિત્રા અને સોવન ચેટર્જીનું પણ નામ છે. તે તમામને બોલાવવામાં આવ્યા છે. સોવન ચેટર્જીએ તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી છે. મદન મિત્રા ભૂતપૂર્વ મંત્રી છે. પોલીસ અધિકારી એસએમએચ મિર્ઝાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. ચાર્જશીટમાં રાજ્યમાં શાસક ટીએમસીના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓના નામના કારણે આ મામલો વધુ ઉગ્ર બની શકે છે.