પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે બાંકુરાથી રાજ્યની માટે એક મોટી યોજનાની જાહેરાત કરી છે. આગામી વર્ષ યોજાનાર વિધાનસભાની ચૂંટણીના કારણે મમતા હવે ઇલેક્શન મોડમાં આવી ગઇ છે અને જેને ધ્યાનમાં રાખી તેમણે રાજયમાં આગામી વર્ષ જૂન 2021 સુધી મફત ચોખા આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યુ કે, નવા પ્રોજેક્ટથી કામગીરી 1 ડિસેમ્બરથી શરૂ થશે. આ દરમિયાન સરકારી અધિકારી રાજ્યના દરેક બ્લોકમાં દરરોજ બપોરે 12થી 3 વાગ્યા સુધી વિશેષ શિબિરનું આયોજન કરશે. નવા પ્રોજેક્ટને ડોર-ટુ-ડોર સરકાર નામ આપ્યુ છે. જ્યાં લોકોની સમસ્યાનું સમાધાન તેમના ઘરના દરવાજા પર લાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ લાભથી વંચિત ન રહે તેનું પણ ધ્યાન રાખવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.