પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં શુક્રવારે એક વિસ્ફોટ થયો હતો. જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનુ કહેવાય છે. આ વિસ્ફોટ પાછળનુ કારણ ક્રૂડ બોમ્બ હતો પરંતુ તે કેવી રીતે વિસ્ફોટ થયો તે જાણી શકાયુ નથી. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે જે ઘરમાં વિસ્ફોટ થયો હતો તે તૃણમૂલ કોંગ્રેસના બૂથ પ્રમુખ રાજકુમાર મન્નાના ઘરનુ હતુ.