પશ્ચિમ બંગાળમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ છે. મતદાન વચ્ચે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. રાજ્યના હાવડાના ઉલુબેરિયા નોર્થમાં ટીએમસીના નેતાના ઘરમાંથી ઈવીએમ અને વીવીપેડ મળી આવ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવ જોવા મળ્યો છે. ગ્રામીણોએ સેક્ટર અધિકારીને પકડીને પ્રદર્શન કર્યુ છે. ઉલુબેરિયા ઉત્તરથી ભાજપના ઉમેદવાર ચિરન બેરાએ આરોપ લગાવ્યો કે તુલસીબેરિયાના એક ટીએમસી નેતા ગૌતમ ઘોષને ગ્રામીણોએ ઈવીએમ મશીન અને 4 વીવીપેડ સાથે પકડ્યો. ત્યારબાદ વિસ્તારમાં તણાવ ફેલાયો. કેન્દ્રીય દળો અને પોલીસે ગ્રામીણોને વેર વિખેર કરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો.