પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગ્રામાં આજે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ દ્વારા આપવામાં આવી છે. આ વિસ્ફોટ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. વિસ્ફોટ બાદ સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા.
વિસ્ફોટમાં અસરગ્રસ્તોની મદદ માટે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફેક્ટરી પર ગયા મહિને દરોડા પાડવામાં આવ્યો હતા અને તેના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી છતાં અહીં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા.