Mumbai (SportsMirror.in) : છેલ્લા ઘણા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની અને ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) સોશિયલ મીડિયામાં ઘણા એક્ટિવ જોવા મળી રહ્યા છે. એવામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ફિટનેસને લઇનને પોતાના ખાસ મિત્ર એવા ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની સોશિલ મીડિયામાં મજાક કરી હતી. સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ પોતાના સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે ફિટનેસ સેશન બાદ મેદાન પર બેઠેલો જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ચાહકોએ દાદાના ફોટોને પસંદ કર્યો હતો અને શેર કર્યો હતો.
જાણો, સચિન અને ગાંગુલીએ કેવી મસ્તિ કરી
સૌરવ ગાંગુલીએ પોતાનો ફોટો શેર કરતા લખ્યું કે ઠંડીમાં સવારે ફિટનેસ સેશન ઘણી સ્પ્ફુર્તી લાવે છે. આ ફોટો શેર કર્યા બાદ સૌરવ ગાંગુલીના ખાસ મિત્ર એવા સચિન તેંડુલકરે કોમેન્ટ કરી કે ‘શાબાશ દાદી, ક્યા બાદ હૈ’. તેના જવાબમાં ગાંગુલીએ સચિન તેંડુલકરને જવાબ આપ્યો હતો કે ‘શુક્રિયા ચેમ્પિયન, મેં હંમેશા સે ફિટનેશ પસંદ કરતા હું, તુમ્હે યાદ હે ન હમારે ટ્રેનિંગ વાલે દિન.’
સચિન તેંડુલકરે ટ્વીટર પર ગાંગુલીની કરી મજાક
સચિન તેંડુલકરે મિત્ર સૌરવ ગાંગુલીની ટાંગ ખેચવાની તક છોડી નહીં. તેણે લખ્યું કે ‘હા દાદી, હમ સભી જાનતે હે કી તુમ ટ્રેનિંગ કો કિતના પસંદ કરતે થે, ખાસકર સ્કિપિંગ કો.’ તમને જણાવી દઇએ કે સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ઓપનીંગ જોડી ઘણી શ્રેષ્ઠ ગણાતી હતી અને આ જોડીએ અનેક રેકોર્ડ પણ નોંધાવ્યા છે.
સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની ઓપનીંગ જોડી સૌથી સફળ જોડી મનાય છે
સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીની જોડી ભારતીય ટીમમાં સૌથી શ્રેષ્ઠ ઓપનીંગ જોડી માનવામાં આવે છે. બંને ખેલાડીઓએ મળીને વન-ડેમાં 136 ઇનીંગ રમી છે અને 6609 રન નોંધાવ્યા છે. આ સમયે એવરેજ 49.32ની રહી હતી. સચિન આજે પણ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન કરનાર ખેલાડી છે. તો સૌરવ ગાંગુલી ભારત તરફથી વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન કરનાર ત્રીજો સૌથી મોટો ખેલાડી છે. તો તેને ભારતનો સૌથી સફળ સુકાની પણ માનવામાં આવે છે.