કેન્દ્રની મોદી સરકારે નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી દીધી છે અને આ શિક્ષણ નીતિને ઘણા લોકોએ વધાવી લીધી છે તો કેટલાક લોકો એવા પણ છે કે જેણે તેનો વિરોધ કર્યો છે. ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ નેતા ખુશ્બુ સુંદરે આ શિક્ષણ નિતીનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને રાહુલ ગાંધી સમક્ષ મોદી સરકારની આ નીતિનું સ્વાગત કરવા બદલ માફી પણ માગી છે.
ખુશ્બુ સુંદરે ટ્વીટ કરીને કહ્યું કે, નવી શિક્ષણ નીતિ 2020 પર મારું મંતવ્ય મારી પાર્ટીથી અલગ છે અને હું આ માટે રાહુલ ગાંધીની માફી માગુ છું. પરંતુ હું કોઈ કઠપુતળી કે રોબોટની જેમ બીજાની વાતમાં માથું હલાવવાની જગ્યાએ તથ્યો પર વાત કરું છું. આપણે આપણા નેતાની દરેકે દરેક વાતો પર સંમત ન થઈ શકીએ, પરંતુ આપણે સ્વતંત્ર દેશના એક નાગરિક તરીકે બહાદુરીથી પોતાનું મંતવ્ય અથવા વિચાર જરૂરથી રજૂ કરી શકીએ છીએ.