અનેક ઉથલ-પાથલો અને પડકારોથી ભરેલું વર્ષ ૨૦૨૨ પૂરું થઈ ગયું છે અને સમગ્ર દુનિયા કોરોના મહામારીના ભય વચ્ચે નવા વર્ષની ઊજવણીમાં વ્યસ્ત છે. દુનિયા બે વર્ષ પછી કોરોના પ્રોટોકોલ વિના નવા વર્ષની ઊજવણી માટે તૈયાર છે. નવા વર્ષની ઊજવણીની શરૂઆત સૌથી પહેલાં ન્યૂઝીલેન્ડથી થઈ હતી. ત્યાંથી ઓસ્ટ્રેલિયા, જાપાન થઈને ભારતમાં નવા વર્ષની ધામધૂમથી ઊજવણી થઈ હતી. આ સાથે ભારતીય સમય મુજબ રવિવારે અમેરિકામાં ઊજવણી સાથે આખી દુનિયામાં વર્ષ ૨૦૨૩ના નવા વર્ષનો પ્રારંભ થશે.