ભારતીય યોગ એસો.ના ગુજરાત ચેપ્ટર દ્વારા પ્રથમ સ્થાપના દિવસની ઉજવણી કરાશે. 29મી ડિસેમ્બરે સાંજે 4 વાગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ‘વનનેસ ફોર વેલનેસ’ શીર્ષક હેઠળ પ્રથમ સ્થાપના દિવસ ઉજવાશે.
દેશભરના વિવિધ આમંત્રિત વક્તાઓ અને પ્રખ્યાત યોગ ગુરુઓ તેમાં હાજર રહેશે અને યોગ અંગે વાત કરશે. સ્વામિ વિવેકાનંદ યોગ અનુસંધાન સંસ્થાનના કુલપતિ ડો. એચ.આર. નાગેન્દ્ર, સ્પિરિચ્યુઅલ લિડર કમલેશ પટેલ (દાજી), મુખ્યમંત્રી વિજય રૂપાણી, યોગાચાર્ય ડો. આનંદ બાલયોગી, આઈવાયએ ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ આચાર્ય બિરજુ મહારાજ સહિતના એક્સપર્ટસની વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને વાત કરશે. ભારતીય યોગ સંઘ, ગુજરાત ચેપ્ટર ‘વસુધૈવ કુટુંબકમ્’ નો મુખ્ય ધ્યેય ધરાવતું મંચ છે જ્યાં ભારતીય પરંપરાના તમામ યોગીઓ અને યોગ સંસ્થાઓ સંગઠિત થાય છે. ગુજરાત ચેપ્ટરના અધ્યક્ષ આચાર્ય બિરજુ મહારાજ ‘સુખાકારી માટે એકતા’ પર વાત કરશે. ભારતીય યોગ એસો. ગુજરાત ચેપ્ટરની યુટ્યુબ ચેનલ @gujarat IYA અને ફેસબુક પૃષ્ઠ @Indian Yoga Association Gujarat Chapter પર વેબિનાર પ્રસારિત થશે.