આ વખતે ચોમાસું બહુ સારુ રહ્યું છે. દેશભરમાં અત્યાર સુધી સરેરાશથી 9 ટકા વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વરસાદનો 44 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો. એકથી 28 ઓગસ્ટ સુધી 296.2 મિમી. વરસાદ પડ્યો. જ્યારે આ મહિનામાં સરેરાશ 237 મિમી. વરસાદ નોંધાય છે. આવી રીતે સરેરાશ 25 ટકા વરસાદ ઓગસ્ટમાં નોંધાયો.1976માં ઓગસ્ટ મહિનામાં 28.4 ટકા વધુ વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા મુજબ દેશભરમાં જુલાઇમાં સરેરાશથી 10 ટકા ઓછો વરસાદ થયો હતો. પરંતુ તેવી કસર ઓગસ્ટ મહિનામાં પુરી થઇ ગઇ. આ મહિનામાં અત્યાર સુધી સરેરાશથી 25 ટકા વધુ વરસાદ પડ્યો. જે 1976 બાદ આ મહિનામાં સૌથી વરસાદનો વિક્રમ છે.