બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર ધીમે ધીમે ગુજરાત અને કચ્છ તરફ સક્રિય થયું છે અને આ કારણ જે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ પણ ગુજરાત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમની અસર છે, જેના કારણે ગુજરાતમાં મેઘ રાજા મહેર વરસાવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસમાં સૌરાષ્ટ્ર, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, વાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં માછીમારી કરવા જતા માછીમારોને દરીયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. હવામાંન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આવતી કાલે કેટલીક જગ્યા પર વરસાદનું ઝોર ઘટશે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ચોમાસાની વિદાયના સમયમાં પણ રાજ્ય પર એક પછી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમની અસર જોવા મળતા વરસાદી વાતાવરણ યથાવત રહેશે.