હવામાન વિભાગની આગાહી મુજબ 14મી ઓગસ્ટથી જ ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. જેમાં રાજ્યના ઉત્તર, મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. રાજ્યમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત ધોધમાર વરસાદથી થઈ છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 48 ટકા જેટલો વધુ વરસાદ પડતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
12 ઓગસ્ટ એટલે કે, ગઇકાલ સુધીમાં સમગ્ર રાજ્યમાં 462 મીમી વરસાદ પડ્યો હતો. જેની સામે આ વર્ષે 685 મીમી વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોના વરસાદનો સિલસિલો જોતાં રાજ્યમાં સરેરાશ 816 મીમી જેટલો વરસાદ પડ્યો છે. જેથી આજ દિન સુધીમાં સરેરાશ 84 ટકા જેટલો વરસાદ પડતાં રાજ્યના 8 જેટલાં ડેમ હાઈ એલર્ટ જાહેર કરાયા હતા.