Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકાર ટુ-વ્હીલર સવારો માટે ફક્ત બ્રાન્ડેડ હેલમેટ પહેરવા, ઉત્પાદન અને વેચાણ સુનિશ્ચિત કરવા માટે એક નવો કાયદો લાગુ કરવા જઈ રહી છે. લોકલ હેલ્મેટ પહેરવા પર એક હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવશે. આ સાથે સ્થાનિક હેલ્મેટ ઉત્પાદક પર બે લાખ રૂપિયા દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવશે. 2016 ના અધ્યયન મુજબ, સ્થાનિક હેલ્મેટને કારણે અથવા હેલ્મેટ વિના દેશમાં દરરોજ 28 બાઇક સવારો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. 

નવા ધોરણમાં, હેલ્મેટનું વજન દોઢ કિલોથી ઘટાડીને એક કિગ્રા 200 ગ્રામ કરવામાં આવી શકે છે. ટુ વ્હીલર હેલ્મેટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ રાજીવ કપૂરે જણાવ્યું હતું કે, હેલ્મેટને બીઆઈએસની સૂચિમાં શામેલ કરવામાં આવે તો ટુ-વ્હિલર માર્ગ અકસ્માતમાં જીવ બચી શકે છે.

બીઆઈએસના સ્ટાન્ડર્ડનું પાલન કર્યા વિના હેલ્મેટ ઉત્પાદન, સ્ટોક અને વેચાણને હવે ગુનો ગણાશે. આમ કરવા પર કંપનીને 2 લાખનો દંડ અને સજા કરવામાં આવશે. સ્થાનિક હેલ્મેટ્સને એક રાજ્યથી બીજા રાજ્યમાં મોકલી પણ શકાશે નહીં. પરિવહન નિષ્ણાત અનિલ છિકારા કહે છે કે લોકોને બાંધકામ સ્થળ પર પહેરવામાં આવતા હેલ્મેટ (એન્જિનિયર-સ્ટાફ) અને ઔધોગિક હેલ્મેટ વચ્ચેનો તફાવત ખબર નથી. સાદા હેલમેટ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું જીવન બચાવી શકતા નથી. બીએસઆઈના નિયમો લાગુ થતાં ગ્રાહક હેલ્મેટની બેચ, બ્રાન્ડ, ઉત્પાદનની તારીખ વગેરે જાણી શકાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ