આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)નું અંતિમ લિસ્ટ જાહેર થયા બાદ પહેલી વાર રાજ્યની બે દિવસની મુલાકાતે રવિવારે પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે ગુવાહાટીના કામાખ્યા દેવી મંદિરમાં પૂજાઅર્ચના કર્યા બાદ નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક અલાયન્સ ની બેઠકમાં હાજરી આપી હતી અને ઘૂસણખોરોના મુદ્દે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધીને કહ્યું હતું કે કોંગ્રેસે ઈશાન ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. આસામમાં આતંકવાદનો અંત લાવવાના બદલે એને વકરાવ્યો છે. અમે આખા દેશમાંથી ઘૂસણખોરોને વીણી વીણીને બહાર કાઢીશું, એના માટેની યોજના બની રહી છે.