મણિપુરમાં 2 મહિલાઓને નિવસ્ત્ર કરી પરેડ કરાવવાનો વીડિયો સામે આવ્યા બાદ તમામ લોકો આ જધન્ય ઘટનાની રોષપૂર્વક ટીકા કરી રહ્યા છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી એન.બીરેન સિંહની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, વીડિયો સામે આવ્યા બાદ મણિપુર પોલીસ તુરંત એક્શનમાં આવી છે અને કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આજે સવારે એકની ધરપકડ કરવામાં આવી છે. હાલ આ મામલે ઊંડાણપૂર્વ તપાસ કરવામાં આવી રહી છે અને અમે પ્રયાસ કરીશું કે, તમામ ગુનેગારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેમાં મોતની સજાનો પણ વિચાર કરવામાં આવશે.