ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. જે સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતા પણ લાગુ કરી દેવામાં આવી છે. રાજકીય પક્ષો, તમામ નેતાઓએ આ આચાર સંહિતાનું પાલન કરવાનું રહેશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે વિવિધ પક્ષોને અપીલ કરી હતી કે તેઓ આ આચાર સંહિતાનુ યોગ્ય રીતે પાલન કરે અને પ્રચાર દરમિયાન શિષ્ટાચારને અપનાવે.