કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કોલકાતામાં રવિવારે એવી ઘોષણા કરી હતી કે કોરોનાનું જોર હળવું થતાં બનતી ત્વરાએ CAAનો અમલ શરૂ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે દેશમાં હજારો ગેરકાયદે ઘુસણખોરો છે. એમાં કેટલાક આતંકવાદી કે તેમના સહાયકો પણ હોઇ શકે છે. એટલે CAAનો અમલ વહેલો થાય એ દેશના હિતમાં છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રમુખ જે પી નડ્ડાના કાર કાફલા પર થયેલા હુમલાના અનુસંધાનમાં કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના આઇપીએસ અધિકારીઓને તેડું મોકલતો જે પત્ર મોકલ્યો છે એે બંધારણીય છે એવો દાવો પણ તેમણે કર્યો હતો.