અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા પર પરત ફરતાં અમેરિકાની ઘણી મહિલાઓ નાખુશ છે. આ મહિલાઓએ ટ્રમ્પનો અનોખા અંદાજમાં બહિષ્કાર કર્યો છે. તેઓએ દક્ષિણ કોરિયાની એક ફેમિનિસ્ટ મુવમેન્ટને અનુસરતાં ટ્રમ્પને મત આપનારા પુરૂષોનો બહિષ્કાર કર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં અનેક મહિલાઓએ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પહોંચાડવામાં મદદ કરનારા પુરૂષોનો બહિષ્કાર કર્યો છે. આ 4B મુવમેન્ટમાં સામેલ મહિલાઓએ ટ્રમ્પને મત આપનારા પુરૂષોનો ચાર વર્ષ સુધી બહિષ્કાર કર્યો છે. અર્થાત, આગામી ચાર વર્ષમાં મહિલાઓ આ પુરૂષોને ડેટ પણ નહીં કરે અને તેમની સાથે લગ્ન પણ નહીં કરે. આ અભિયાન હેઠળ મહિલાઓને ડેટિંગ એપ ડિલિટ કરવા અપીલ કરાઈ રહી છે.