અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સહિત અનેક દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કર્યા બાદ ટ્રેડ વૉર શરૂ થઈ ગયો છે. ટ્રમ્પ તંત્રએ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર ગ્લોબલ ટેરિફ ઝીંકી દીધો છે, જેના કારણે કેનેડાએ ટ્રમ્પને જડબાતોડ જવાબ આપી કહ્યું કે, અમે ચુપ નહીં બેસીએ. કેનેડાએ અમેરિકામાં ઉત્પાદિત અંદાજે 20.8 બિલિયન ડૉલરના સામાન પર નવા 25 ટકા કાઉન્ટર ટેરિફની જાહેરાત કરી છે.