સંસદ ઉપર થયેલા આતંકવાદી હુમલાની વરસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે, ૨૦૦૧માં આપણી સંસદ ઉપર થયેલા કાયરતાપૂર્ણ હુમલાને આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ. આપણે આજે એ લોકોની વીરતા અને બલિદાનને યાદ કરીએ છીએ જેમણે આપણી સંસદની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. સમગ્ર દેશ આ માટે તેમનો આભારી રહેશે. ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહે પણ જવાનોની બહાદુરીને યાદ કરીને તેમને સ્મરણાંજલિ પાઠવી હતી