બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ખૂબ જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બની રહ્યો છે. NCP (પવાર જૂથ) નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. બાબા સિદ્દિકી પણ સલમાનના મિત્ર હતા અને બોલિવૂડના ઘણાં સિતારાઓ સાથે તેમની ગાઢ મિત્રતા હતી. આ દરમિયાન હવે મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે.