પૂર્વ લદાખ માં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવની વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ એ રવિવારે ઈશારામાં ચીન (China)થી લઈને પાકિસ્તાન ને ચેતવણી આપી દીધી છે. ડોભાલે દુશ્મન દેશોને કડક સંદેશ આપતા કહ્યું કે ઈતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારે પણ કોઈ પણ દેશ પર હુમલો નથી કર્યો પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે. વિજયાદશમીના ખાસ પ્રસંગે ઉત્તરાખંડના ઋષિકેશમાં પરમાર્થ નિકેતનના કાર્યક્રમમાં પહોંચેલા NSA અજિત ડોભાલે કહ્યું કે, આપણે ત્યાં લડીશું જ્યાં આપની ઈચ્છા હશે એવું કોઈ જરૂરી તો નથી. તેઓેઅ કહ્યું કે આપણે ત્યાં યુદ્ધ લડીશું જ્યાંથી આપણને ખતરાનો અનુભવ થઈ રહ્યો છે.