લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં પીએમ મોદીએ કહ્યું કે દુનિયા આજે અસુરક્ષાથી ઘેરાયેલી છે. દુનિયામાં લોકોને આતંકી હુમલાનો ભય સતત રહે છે. ભારત આતંક ફેલાવનાર વિરુધ્ધ મજબૂતીથી લડી રહ્યાં છે.
પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે આતંકવાદને સમર્થન આપનારાઓને અમે દુનિયા સમક્ષ ખુલ્લુ પાડીશું અને આતંકીઓનો ખાત્મો કરીશું. કેટલાંક લોકોએ માત્ર ભારતને નહીં આપણા પાડોશી દેશોને પણ આતંકવાદથી પરેશાન કરી રાખ્યાં છે.
બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, શ્રીલંકા આતંકવાદ સામે લડી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત એવામાં મૂકદર્શક બનીને રહેશે નહીં. આતંકવાદને એક્સપોર્ટ કરનારાને વિશ્વ સમક્ષ ઉઘાડા પાડવાનો સમય આવી ગયો છે.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં આતંકી હુમલામાં 40 ભારતીય જવાન શહીદ થયા હતા. પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. તે અગાઉ પઠાણકોટમાં જૈશ તરફથી આતંકી હુમલો કર્યો હતો.