નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડીએ આરોપનામું દાખલ કરી દીધું છે, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું પણ આરોપી તરીકે નામ છે ત્યારે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો છે. આ સાથે આ કેસમાં ભાજપનું જુઠ્ઠાણું ખુલ્લું પાડીશું તેમ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું. તેમણે પીએમ મોદી, શાહ અને આરએસએસ પર ડરાવવાના રાજકારણનો આક્ષેપ કર્યો હતો. આ સાથે બિહારના બક્સરમાં ખડગેએ મુખ્યમંત્રી નીતિશ કુમારને તકવાદી ગણાવી તેમની ટીકા કરી હતી.