પીએમ મોદીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનાં અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે અમે એક સુરક્ષિત, મજબૂત અને સમાવેશી ભારતની રચના કરવા માગીએ છીએ. દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટેની અમારી લડત સતત ચાલુ રહેશે. રાષ્ટ્રપતિ કોવિંદનાં ભાષણમાં દેશનાં લોકોની આશા અને અપેક્ષાઓ પ્રતિબિંબિત થઈ રહી છે. તેમણે ન્યૂ ઈન્ડિયાનાં સપના સાકાર કરવા તમામ સાંસદોને સાથે મળીને કામ કરવા અપીલ કરી હતી. મોદીએ ૪૪ વર્ષ પહેલાં આ જ દિવસે ૨૫ જૂન ૧૯૭૫નાં રોજ કોંગ્રેસનાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધી દ્વારા લાદવામાં આવેલી ઇમર્જન્સીની યાદ અપાવી હતી. કોંગ્રેસ પર ચાબખાં મારતા કહ્યું કે, તે દિવસે લોકશાહીનું ચીરહરણ થયું હતું. દેશનાં આત્માની હત્યા થઈ હતી. લોકશાહીની હત્યા કરાઈ હતી. સત્તા બચાવવા કોંગ્રેસે દેશને જેલખાનું બનાવી દીધો હતો. દેશનાં મહાપુરુષોને જેલમાં ધકેલી દેવાયા હતા. આ કોર્ટનો ચુકાદો હતો અને કોર્ટનો કેવી રીતે અનાદર કરવો તેનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. તે વખતે મીડિયા પર તાળાં લાગ્યા હતા. દરેકને પોલીસ પકડશે તેવો ડર હતો. જાતિ, પંથ, સંપ્રદાયથી પર થઈને તે વખતે લોકોએ ચૂંટણી પરિણામો આપ્યા હતા. તે વખતે કોંગ્રેસની સજ્જડ હાર થઈ હતી અને જનતા સરકાર સત્તા પર આવી હતી. મતદારોએ આ વખતે ફરી લોકશાહીને પ્રસ્થાપિત કરીને ભાજપને સત્તા સોંપી છે.