હમાસએ ગયા વર્ષે આ દિવસે એટલે કે 7મી ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસને સંપૂર્ણ રીતે ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારથી હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ યુદ્ધને કે વર્ષ થયાના એક દિવસ પહેલા એટલે કે ગઈ કાલે વડા પ્રધાન નેતન્યાહૂએ ફરી એકવાર હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રતિજ્ઞા લેતા નેતન્યાહૂએ કહ્યું હતું કે, 'કોઈ અમને સમર્થન આપે કે ન આપે, અમે આ યુદ્ધ જીતીશું. દેશની સેનાએ ઓક્ટોબર 7ના હમાસના હુમલા પછીના આ વર્ષમાં સંપૂર્ણપણે વાસ્તવિકતા બદલી નાખી છે. જેના કારણે દેશ બે યુદ્ધો લડી રહ્યો છે.'