વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી વેણુગોપાલ ધૂતે કહ્યું છે કે કંપની બ્રાઝિલસ્થિત તેનાં ઓઈલ બ્લોક્સમાંનો પોતાનો હિસ્સો વેચીને રૂપિયા 30,000 કરોડ એકઠાં કરશે અને પોતાનું બાકી દેવું ચૂકવશે. તેમણે ઉમેર્યું કે આગામી બેથી ત્રણ મહિનામાં અમે અમારું બાકીનું દેવું ચૂકવી દેવામાં આવશે. નોંધનીય છે કે એસબીઆઈએ ગયા અઠવાડિયે વીડિયોકોન વિરૂદ્ધ દેવાદારની કાર્યવાહી કરવા અરજી આપી છે.