ચીનના શાસક કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન (સીપીસી)એ ગુરુવારે ઐતિહાસિક ટિઆનમેન સ્ક્વેર ખાતે શતાબ્દિ સમારંભની ઊજવણી કરી હતી. આ સમયે ચીનના પ્રમુખ અને સીપીસીના વડા શી જિનપિંગે દુનિયાને ચેતવણી આપતા લડાયક સૂરમાં કહ્યું કે, અમને દબાવનારા, ધમકાવનારા અથવા પરાધિન કરવા ઈચ્છતા દેશને ચીન સાફ કરી નાંખશે. જિનપિંગે ચીનની સરહદોના રક્ષણ માટે સૈન્ય શક્તિ વધારવા પર ભાર મૂક્યો હતો. આ સમારંભમાં શી જિનપિંગ પીપલ્સ રિપબ્લિક ઓફ ચીનના સ્થાપક માઓત્સે ઝેડોન્ગના અવતારમાં જોવા મળ્યા હતા. તેમણેકહ્યું કે તાઈવાનને ચીનની મુખ્ય ભૂમિ સાથે જોડવું અમારું ઐતિહાસિક મિશન છે.